Gujarat Politics । કુંવરજી બાવળીયા બનશે ડેપ્યુટી સીએમ ?, મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?

Continues below advertisement

Gujarat Politics । કુંવરજી બાવળીયા બનશે ડેપ્યુટી સીએમ ?, મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?

 

Gujarat Politics:  ગુજરાતના નાયબ મુખ્યમંત્રીના પદ માટે હાલ કુંવરજી બાવળિયાના નામની ચર્ચા થઇ રહી છે. નોંધનિય છે કે, સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આ માંગણી આપવા જસદણ વિંછીયા પંથકના કોળી સમાજ અગ્રણીઓ દ્રારા કરવામાં આવી છે. આ મુદ્દે પોતે કુંવરજી બાવળિયાએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે. 

હાલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રીના પદને લઇને ચર્ચાઓ તીવ્ર બની છે. જો કે આ નામ માટે હજુ કોઇ નામ પર મહોર નથી લાગી પરંતુ હાલ કુંવરજી બાવળિયાનું નામ મોખરે બોલાઇ રહ્યું છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ગુજરાતમાં મંત્રીપદ મેળવવા માટે આંતરિક રાજકારણ શરૂ થયું છે. જેમાં કોળી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરાઈ છે. આ બઘી જ ચર્ચા વચ્ચે કુંવરજીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે પણ મીટિંગ કરી હતી. આ સમગ્ર મામલે જ્યારે એબીપી અસ્મિતાના સંવાદદાતાએ તેમને સ્પષ્ટ સવાલ કર્યો, ત્યારે તેમણે કહ્યું કે, મારા હિતેચ્છુએ મારુ નામ સજેસ્ટ કર્યું છે પરંતુ આખરી નિર્ણય આખરે હાઇકમાન્ડે કરવાનો છે. 

નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી બાદ હવે ગુજરાતના મંત્રીમંડળનું  વિસ્તરણ થઇ શકે છે. તો આ રેસમાં કોનું પત્તુ કપાશે અને કોને સ્થાન મળશે તે જોવું રહ્યું છે.ત્યારે આવા સમયે કાળી સમાજે આ પદ માટે કુંવરજી બાવળિયાનું નામ આગળ ધર્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram