કુંવરજી બાવળિયાના પત્રથી કોળી સમાજમાં સર્જાયો મોટો વિવાદ, જુઓ વીડિયો
Continues below advertisement
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કુંવરજી બાવળિયાના એક પત્રથી કોળી સમાજમાં વિવાદ સર્જાયો છે.રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળિયાએ ગુજરાત કોળી સમાજના પ્રમુખ ચંદ્રકાંત પીઠાવાલાને પદ પરથી દૂર કર્યા અને પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે લેટર પેડનો ઉપયોગ સમાજના ઉત્કર્ષને બદલે રાજકીય રીતે કરવામા આવ્યો. જો કે ચંદ્રવદનભાઈએ કુંવરજી બાવળિયાના પત્રને ગેરબંધારણીય ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે કુંવરજી બાવળિયાનો કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જૂન મહિનામાં જ પૂર્ણ થઈ ગયો છે અને તેમની પાસે કોઈ પણ નિર્ણય લેવાની સત્તા નથી
Continues below advertisement