Junagadh Leopard Threat : જૂનાગઢના પૂરગ્રસ્ત વિસ્તારોમાં દીપડાની દહેશત, જુઓ અહેવાલ

Junagadh Leopard Threat : જૂનાગઢના પૂરગ્રસ્ત વિસ્તારોમાં દીપડાની દહેશત, જુઓ અહેવાલ 


જૂનાગઢમાં પૂરનો પ્રકોપ અને હવે હિંસક પ્રાણીની દહેશત. પૂરગ્રસ્ત વિસ્તારમા ઉંચી દીવાલ પર દીપડો દેખાતા ફફડાટ. બાલાગામ ખેડા પંથકનો વીડિયો આવ્યો સામે. દીપડાની હાજરીના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ. નોંધનીય છે કે, છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ પંથકમાં પૂરની સ્થિતિનું સર્જન થયું છે. ભારે વરસાદને પગલે લોકો બેહાલ બન્યા છે. પહેલા પૂર અને હવે હિંસક પ્રાણીઓની દહેશત લોકોને સતાવી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં દીપડો દિવાલ ઉપર દેખાતા ગભરાટ ફેલાયો છે. બાલાગામ ખેડા પંથકનો વિડીયો આવ્યો સામે. એક તરફ પાણી બીજી તરફ હિંસક પ્રાણી. દીપડાના આંટાફેરાથી ગામમાં ભયનો માહોલ છે. જુઓ વીડિયોમાં સંપૂર્ણ અહેવાલ. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola