અરવલ્લીમાં દીપડાનો આતંક, દીપડાને પકડવા માટે સર્ચ ઓપરેશન, જુઓ વીડિયો
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત બાદ અરવલ્લીમાં દીપડાના હુમલાની ઘટના બનતા પ્રશાસન હરકતમાં આવ્યું છે. ગાબટ ગામમાં દીપડાએ હુમલા કરતા વન વિભાગની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ગાંધીનગરની ગીર ફાઉન્ડેશન સર્ચ ઓપરેશનમાં જોડાઈ હતી. સાથે જ આણંદથી બીજી રેસ્ક્યુ ટીમ રવાના થઈ છે. માલપુર, ધનસુરા, બાયડ અને મોડાસાની વિસ્તરણની ટીમોની હાજરીમાં આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. સ્થાનિકોનો દાવો છે કે અત્યાર સુધી બે લોકો પર દિપડાએ હુમલો કર્યો છે.