રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો, 220 દિવસ બાદ 500થી ઓછા કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 220 દિવસ બાદ 500થી ઓછા કેસ નોંધાયા છે. ગઈકાલે કોરોના વાયરસના 495 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 2 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4367 પર પહોંચ્યો છે.