સુરતના કીમ-માંડવી રોડ પર ટ્રક ચાલકે 15 લોકોને કચડ્યા, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતના કીમ-માંડવી રોડ પર રસ્તાની સાઈડમાં આવેલી ફૂટપાથ પર સૂતેલી 18 જિંદગી પર બેકાબૂ ડમ્પર ફરી વળ્યું હતું.  ડમ્પર ફરી વળતા 15 જિંદગી કાયમ માટે ચીર નિંદ્રામાં પોઢી ગઈ હતી. ઓવરટેઈક કરવાની લ્હાયમાં પૂરઝડપે દોડી રહેલા ડમ્પરે માંડવીથી-કીમ તરફ આવતી શેરડી ભરેલા ટ્રેકટર સાથે અકસ્માત સર્જ્યો હતો.  ટ્રેકટર સાથે અકસ્માત બાદ ડમ્પર ચાલકે કાબૂ ગુમાવ્યો અને રસ્તાને અડીને આવેલી ફૂટપાથ પર ચઢી ગઈ હતી. ડમ્પરના વ્હીલ ફરી વળતા 13 લોકોના તો ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા જ્યારે અન્ય બે લોકોના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે મૃતકો તમામ રાજસ્થાનના બાંસવાડા ગામના છે અહીં નજીકમાં કંસ્ટ્રકશન સાઈટ પર મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram