Life Certificate for pensioners: પેન્શનધારકો માટે સૌથી મોટા રાહતના સમાચાર,

Continues below advertisement

જીવન પ્રમાણપત્ર મેળવવા માટે પેન્શનધારકોએ હવે કોઈ ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પરંતુ પેન્શનધારકો તેમની નજીકની પોસ્ટઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકશે. પેન્શનધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા આ સુવિધા માટે અનુરોધ કરી શકે છે

 પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રેઝરી, બેંક અથવા સંબધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. જેના માટે દૂર-દૂરના વિસ્તારમાં રહેતા પેન્શનરોને ટ્રેઝરીમાં જવા ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ખર્ચ થતો હોય છે. પરંતુ હવે ભારતીય ડાક વિભાગ દ્વારા તમામ વિભાગના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા અપાઇ રહી છે.આ માટે રૂપિયા 70ની ફી નિર્ધારીત કરાઈ છે. 

આ પ્રમાણપત્ર આપમેળે સંબધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે અને પેન્શન મળવામાં કોઈ અડચણ નહીં થાય.  

પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે,”ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે  20220માં કેન્દ્રીય, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણપત્ર શરૂ કરવા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની ડોર સ્ટેપ સેવા શરૂ કરી હતી. જે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ સુવિધાનો લાભ મેળવવા પેન્શનધારકો પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ  પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા ઓનલાઇન અનુરોધ કરી શકે છે. પોસ્ટ વિભાગની પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે તેમજ તેની સાથે પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેન્શનની રકમ આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સીસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતામાં મેળવી શકશે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram