Lok Sabha Election 2024 | ભાજપમાં 2 મોટા ભૂકંપથી કોંગ્રેસ આક્રમક, જુઓ અહેવાલ
Lok Sabha Election: ગુજરાત ભાજપમાં અચાનક ટ્વીસ્ટ આવ્યું છે, આજે સવારે વડોદરા ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે અચાનક એક સોશ્યલ મીડિયા શેર કરીને બધાને ચોંકાવી દીધા, રંજનબેન ભટ્ટે આ પૉસ્ટમાં વડોદરા લોકસભા બેઠક પરથી નહીં લડવાની વાત કહી હતી. આ પછી રાજકીય માહોલ ગરમાયો છે. છેલ્લા 10 દિવસથી રંજનબેન વિરૂદ્ધમાં શહેર અને જિલ્લામાં પૉસ્ટર વૉર અને શાબ્દિક પ્રહારો શરૂ થયા હતા, જે પછી રંજનબેન ભટ્ટે આજે ચૂંટણી મેદાનમાંથી પીછેહઠ કરી છે.