Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર

Continues below advertisement

ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતાની સાથે જ હરિહરાનંદ સ્વામીએ તેમને તમામ હોદ્દા પરથી દૂર કરી દીધા છે. 80 કલાક બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા. ​ત્યાર બાદ સારવાર માટે જૂનાગઢ સિવિલમાં લઈ જવાયા હતા . ત્યારબાદ ગુરૂવારના હોસ્પિટલમાંથી મહાદેવ ભારતીને ડિસ્ચાર્જ કરાયા. આ તરફ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદે આશ્રમના તમામ હોદ્દાઓ પરથી હટાવી દીધા છે. હરિહરાનંદે સ્પષ્ટ કર્યું કે હવે આશ્રમમાં મારા સિવાય કોઈ સાધુ નહીં. ભારતી આશ્રમ જુનાગઢ, સરખેજ, કેવડીયા અને વાકીયા આ ચારેય આશ્રમની જવાબદારી મારા માથે રહેશે. મારા શિષ્યને ત્રણ દિવસથી વધુ સમય સુધી રોકાવાનું નહીં. હું કહું તો રોકાવાનું બાકી અલવિદા કહી દેવાનું રહેશે. ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીએ પોલીસ સમક્ષ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, તેઓ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલા વ્યક્તિઓના માનસિક ત્રાસના કારણે આશ્રમ છોડીને ગુમ થયા હતા. જોકે, હાલમાં તેમણે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. આ ઉપરાંત, જો તેમને કાયદેસરની ફરિયાદ નોંધાવવી હશે, તો તેઓ રૂબરૂ પોલીસ સ્ટેશન આવીને નોંધાવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola