Bhavnath Mahashivratri Mela: ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ બાદ મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ...ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો શુભારંભ થયો. જૂના અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડામાં ધ્વજારોહણ કરાયું. આ સમયે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા. સાથે જ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં સાધુઓ તેમજ વિવિધ કલાકારો ભજનોની રમઝટ બોલાવશે.
ધ્વજારોહણ સમયે સાધુ સંતો હાજર રહેલ. ઉપરાંત કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેલ. મેળાના પ્રારંભ થતાની સાથે જ સંપૂર્ણ ભવનાથ પંથક જાણે શિવ મય માહોલમાં રંગાઈ ગયું હોય તેવો માહોલ બનેલ..આ તકે ઈશ્વરા નંદ ભારતી બાપુએ જણાવેલ કે મહાશિવ રાત્રીનો મેળો એટલે જીવ અને શિવના મિલનનો સંગમ. બીજી તરફ મેળામાં ધુણા ધખાવી શિવની આરાધના કરતા નાગા સાધુ સંતોએ પણ પ્રતિક્રિયા આપેલ. અહીં નાગા સાધુએ જણાવેલ કે આપણી સનાતન વૈદિક પરમપરામાં નાગા સાધુએ વીર યોદ્ધા અને સૈનિક સમાન હોય છે.. તેઓ જયારે જયારે ધર્મ પર સંકટ આવી પડે ત્યારે તેમની રક્ષા માટે અગ્રેસર હોય છે.