
Maheshgiri Vs Girish Kotecha:‘ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું તને છોડીશ નહીં... ધમકી શેનો આપે છે’
જુનાગઢમાં અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે ભૂતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભવનાથ મંદિરનાં મહંત હરિગીરી બાપુ અને પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચા પર ગંભીર આક્ષેપો સાથે આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે હવે આ મામલે ગિરીશ કોટેચાની પ્રતિક્રિયા સામે આવી છે.
મહંત મહેશગીરી બાપુનાં આરોપો પર જવાબ આપતા ગિરીશ કોટેચાએ કહ્યું કે, મહેશગીરીએ પહેલાથી જ વિવાદિત માણસ છે અને મહેશગીરીને સાધુ તરીકે જ કાઢી મુકાયા છે. ગિરીશ કોટેચાએ કહ્યું કે, મહેશગીરી બાપુ વિકૃત માણસ છે. આ સાથે તેમણે આરોપ લગાવતા કહ્યું કે, તનસુખગીરી બાપુ હોસ્પિટલનાં ICU માં હતા તો પણ સહી-સિક્કા કરાવ્યાં હતાં. મહેશગીરી મંદિરો પર કબજો કરે છે. મહેશગીરી સામે પુરતા પુરાવા પણ છે. ગિરીશ કોટેચાએ કહ્યું કે, મહેશગીરીને સાધુ તરીકે ગણવાનો નથી તેવો સાધુઓનો નિર્ણય છે. મહામંડલેશ્વરોએ જ ઠરાવ કર્યા છે.