Mahisagar Farmers | મહીસાગરના ખેડૂતોએ દિવસે વીજળી આપવાની કરી માંગ, જુઓ અહેવાલ
Mahisagar Farmers | વીરપુર તાલુકામાં ડેબારી દાંતલા કોયડમ ચીખલી સહિતના ગામોમાં ખેતી માટે દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ. વિરપુર MGVCL કચેરી ખાતે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. વીરપુર તાલુકાના ડેભારી દાતલા કોયડમ ચીખલી સહિતના ગામના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર. આ વિસ્તારના ખેડૂતોને રાત્રિ વીજળી મળતી હોવાના કારણે ઠંડીમાં ખેતરમાં જવા ખેડૂતો મજબૂર. વિસ્તારમાં જંગલી પ્રાણીઓ હોવાના કારણે પણ દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે માંગ.