Lothal Accident: લોથલ પુરાતત્વ સાઇટ પર ભેંખડ ધસી જતા મોટી દુર્ધટના, માટીમાં દબાઇ જતા રિસર્ચર મહિલાનું મોત
ધોળકા નજીકની લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના ઘટી છે. અહીં રિસર્ચ માટે દિલ્લી અને ગાંધીનગર થી આવેલી રિસર્ચર મહિલાનું મૃત્યું થયું છે. બે મહિલા રિસર્ચ માટે અહીં આવી હતી ,લોથલ સાઇટ પર રિસર્ટ કરતી વખતે માટી ધસી પડતા એક મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક મહિલાને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. બંને મહિલા અધિકારી માટીના સેમ્પલ 15 ફૂટ ઊંડા ખાડામાં ઉતરી હતી. આ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા બંને મહિલા અધિકારીઓ દટાઇ હતી. આ દરમિયાન સુરભી વર્મા નામની 23 વર્ષીય યુવતીનું મોત થયુ છે. જ્યારે 45 વર્ષીય યામા દિક્ષીતને ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ સારવાર હેઠળ છે. ઉલ્લેખનિય છે કે, દિલ્હી-ગાંધીનગરથી 4 મહિલાઓ રિસર્ચ માટે પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાબડતોબ મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પરંતુ કમનસીબે એક મહિલાની જિંદગીન ન બચાવી શકાય.