Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

Continues below advertisement

કેન્દ્ર સરકારે લોકસભામાં રજુ કરેલા રિપોર્ટમાં ગુજરાતમાં મનરેગા યોજનામાં ચાલતી ગેરરીતિનો થયો પર્દાફાશ.  ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ મજુરો નકલી હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. મનરેગા યોજનાથી ગરીબ આદિવાસીઓને 100 દિવસ રોજગાર આપવાનો દેખાડો કરાયો, ચોપડે મજુરો દર્શાવી બારોબાર રકમ ચુકવી દેવામાં આવતી હોવાના પણ આરોપ લાગ્યા. મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને પ્રદેશ કૉંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા. ભાજપ પર દેશની તિજોરીને મોટો ચૂનો ચોપડ્યો હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ કડક કાર્યવાહી કરવાની માગ પણ કરી. 

તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ મનરેગા યોજનામાં કોઈ ભ્રષ્ટાચાર ન થયાનો દાવો કર્યો.. સાથે જ કહ્યું કે શ્રમિકોના માઈગ્રેશન થવાને કારણે જોબકાર્ડ રદ થાય છે.. જોબકાર્ડ રદ થાય એટલે ભ્રષ્ટાચાર થયો હોય તેવુ નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola