Gujarat Rain | ગુજરાતમાં આજે ક્યાં ક્યાં ખાબક્યો ધોધમાર વરસાદ ?

Continues below advertisement

Gujarat Rain | ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો. હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા અને જિલ્લામાં કેટલાક સ્થળોએ અમીછાંટણા.  આહવામાં વરસાદી પાણીથી બજારના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યું.  આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય ઝાપટું પડતાં માહોલમાં ઠંડક પ્રસરી. હળવા ઝાપટાંના પગલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મેઘરાજાએ એન્ટ્રી કરી હોવાથી હવે આગામી દિવસોમાં મેઘ મહેર વરસશેની સંભાવના વ્યકત થઇ રહી છે. જિલ્લાના આહવા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમા શરૂ થયો વરસાદ. કાળા ડિબાંગ વાદળ સાથે  વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ. શહેરના કેટલાક વિસ્તારોમાં પડ્યું વરસાદી ઝાપટું. કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો. રાજકોટ શહેરના કાલાવડ રોડ, એરપોર્ટ રોડ, હનુમાન મઢી ચોક, જિલ્લા પંચાયત ચોક, કલેક્ટર ઓફિસ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડયુ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram