Jamnagar News: નાઘેડીમાં પ્રેમ લગ્નનો ખાર રાખી યુવકના પરિવાર પર હુમલો

Continues below advertisement

જામનગરમાં ગુન્હેગારોને પોલીસનો ભય નથી રહ્યો તે વાત નિશ્ચિત બની ચુકી છે કારણ કે રોજ એવી ઘટનાઓ સામે આવતી રહે છે કે પોલીસની આબરુનું ધોવાણ કરે છે. નાઘેડી ગામેથી આવી જ ચકચાર મચાવતી ઘટના સામે આવી છે જેમાં પ્રેમ લગ્ન કરનાર યુવકના પરિવાર પર હુમલો કરી અને તેની પત્નીનું અપહરણ કરી જનાર સામે પંચ બી પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે

 
જામનગર નજીક આવેલ નાઘેડી ગામેં વસવાટ કરતા હાર્દીક ધોકીયા નામના યુવકના થોડા સમય પૂર્વે  લવ મેરેજ થયેલ હતા જેનો ખાર રાખી તેના સસરા હાજાભાઇ આંબલીયા, સાળા રાહુલ આંબલીયા અને રાહુલના મામા તથા ચાર થી પાંચ અજાણ્યા ઇસમો બે ફોરવ્હીલ કાર સાથે આવી ફરિયાદી હાર્દિકના ઘરની અંદર પ્રવેશ કરી હથિયારો ફરિયાદી હાર્દિક ધોકિયા તેના પિતા ભાઈ અને માતા પર હુમલો કરી હાર્દિકના જેની સાથે લગ્ન થયા તે તેની પત્ની રીનાબેન પણ મુંઢ માર મારી તેનુ અપહરણ કરી લઇ જવા અને મારામારી, રાયોટીંગ સહિતની કલમો હેઠળ પંચકોશી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ છે.હાલ ઈજાગ્રસ્ત પરિવાર સારવારમાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram