Gir Somnath Suicide News : ઉનાના નવાબંદર ગામની પરિણીતાએ દરિયામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી.
Gir Somnath Suicide News : ઉનાના નવાબંદર ગામની પરિણીતાએ દરિયામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી.
ઉનાના નવાબંદર ગામની પરિણીતાએ દરિયામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી. મૃતકના ઝાખરવાડા ગામના યુવક સાથે લગ્ન થયા હતાં. પરંતું પતિ સાથે અણબનાવ હોવાથી છેલ્લા બે વર્ષથી પરિણીતા નવાબંદર ખાતે રહેતી હતી. મહિલા પર પિયરિયાઓએ જ કોઈ વ્યકિત સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. જેથી મહિલાને માઠુ લાગ્યું હતું પરંતું આ જ અરસામાં કોઈ યુવક સાથેની વાતચીતનું રેકોર્ડિંગ પણ વાયરલ થતા પરિણીત મહિલાએ દરિયામાં ઝંપલાવી દઈ મોત વ્હાલું કર્યું. પરિણીતાની આત્મહત્યાને લઈ ગ્રામજનોએ ચક્કાજામ કર્યો અને ઓડિયોમાં વાતચીત થઈ રહી છે તેની સામે ફરિયાદ ન નોંધાઈ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો. આખરે પોલીસે ફરિયાદ નોંધતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.