વાપીની વાઇટલ ફાર્મા કંપનીમાં આગ, ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો, જુઓ વીડિયો
વાપી: વાપી જીઆઇડીસી થર્ડ ફેસમાં આવેલી વાઇટલ ફાર્મા કંપનીમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી. જો કે,આગ લાગવાનુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના લોકોના ભયનો માહોલ છવાયો હતો. વાપીની વાઈટલ ફાર્મામાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. વધુ ફાયર ફાઇટરને બોલાવવામાં આવ્યા છે.