દિવાળીમાં માતાના મઢ મંદિર ખુલ્લુ રહેશે, સરકારની ગાઇડલાઇનનું કરાશે પાલન
કોરોનાના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત નવરાત્રી દરમિયાન કચ્છની કુળદેવી આશાપુરા માતાજીનું મંદિર બંધ રહ્યું હતું. પરંતુ દિવાળીના તહેવારમાં માઈભક્તો માતાજીના દર્શન કરી શકશે. દિવાળીના તહેવારમાં મંદિર ખુલ્લું રહેશે ઉપરાંત મંદિરની વર્ષો જૂની પરંપરા મુજબ પૂજા પણ થશે.