નરેશ કનોડિયાના નિધન પર દુખ વ્યક્ત કરતા અભિનેતા મયુર વાકાણીએ શું કહ્યું ? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ : ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. નરેશ કનોડિયાના નિધનને લઈ અભિનેતા મયુર વાકાણીએ દુખ વ્યક્ત કર્યું છે. મયુર વાકાણીએ કહ્યું, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાનાયક આજે આપણી વચ્ચે નથી રહ્યા. બે દિવસ પહેલા મહેશજીની નિધન થયું હતું. નરેશજી અને મહેશજી આ બેલડી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એવી ખોટ છે જે ક્યારેય નહી ભરાય. 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Continues below advertisement
Tags :
Mayur Vakani Naresh Kanodia Death Naresh Kanodiya Naresh Kanodia Age Naresh Kanodia News Naresh Kanodiya Death Hitu Kanodia राम मंदिर