ખેડા: માતરના ધારાસભ્યનો આરોપ, રોજના માસ્કના 40 કેસનો SPએ PSIને આપ્યા છે ટાર્ગેટ

ખેડા: માતરના ધારાસભ્ય કેશરીસિંહએ આક્ષેપ લગાવ્યો છે  કે,  SPએ  PSIને રોજના માસ્કના 40 કેસનો ટાર્ગેટ આપ્યો છે.  એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ખુદ એસ.પી એ કબુલ્યું કે અમારે ટાર્ગેટ પૂરો કરવો પડે છે. ટાર્ગેટ પૂરો ન કરી શક્યા એટલે 2 પોલીસ સ્ટેશનના પી.એસ.આઇની બદલી કરવામાં આવી છે. કેશરીસિંહે જણાવ્યું કે,  ટાર્ગેટ પૂરો ન કરી શકનાર લિબાસી અને માતર પી.એસ.આઈની બદલી કરવામાં આવી છે.  વધુમાં તેમણે કહ્યું કે, ખોટી રીતે માસ્ક ને લગતા કેસ કરવામાં આવી રહ્યાં છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola