Mock Assemblyમાં 'નીતિન પટેલ' બોલ્યા : એ 14 પટેલો મરી ગયા તોય શું થયું, હું બેઠો જ છું ને....,
ગૌણ સેવાના હેડ કલાર્ક પેપર કાંડને લઈને કોંગ્રેસે આજે અનોખો વિરોધ કર્યો હતો. ગાંધીનગર ખાતે કોંગ્રેસ મોક સંસદનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, નેતા વિપક્ષ સુખરામ રાઠવા હાજર રહ્યા હતા. આ મોક સંસદમાં શૈલેષ પરમાર મુખ્યમંત્રી અને લલિત પટેલ શિક્ષણ મંત્રી બન્યા હતા. જ્યારે હિંમાશુ પટેલને નીતિન પટેલ બનાવાયા હતા. તેમણે કહ્યું, ભલે કાઢી મૂક્યો પણ હું તો આગળ જ બેસીશ.