Monsoon Entry News: કેરળમાં પાંચ દિવસ પહેલા ચોમાસાના આગમનના એંધાણ, ગુજરાતમાં ક્યારે થશે એન્ટ્રી?

Monsoon Entry News: કેરળમાં પાંચ દિવસ પહેલા ચોમાસાના આગમનના એંધાણ, ગુજરાતમાં ક્યારે થશે એન્ટ્રી? 

આ વખતે ચોમાસુ નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું દેશમાં પહોંચી શકે છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણપશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ કિનારે પહોંચશે. સામાન્ય રીતે તે 1 જૂનના રોજ કેરળ પહોંચે છે. હવામાન વિભાગના મતે, જો ચોમાસુ 27 મેના રોજ આવશે તો 16 વર્ષમાં પહેલી વાર આટલું વહેલું આવશે. 2009માં 23 મે અને 2024માં 30 મેના રોજ ચોમાસુ કેરળ પહોંચ્યું હતું. 2018માં 29 મેના રોજ ચોમાસુ પહોંચ્યું હતું.

સામાન્ય રીતે 1 જૂને કેરળ પહોંચ્યા પછી, ચોમાસુ 8 જુલાઈ સુધીમાં અન્ય રાજ્યોને આવરી લે છે, એમ IMD એ જણાવ્યું હતું. 17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાન થઈને પરત ફરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થાય છે. આગામી સપ્તાહે આંદામાન અને નિકોબારમાં ચોમાસાનો વરસાદ આગામી સપ્તાહ સુધીમાં શરૂ થઈ શકે છે.    

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola