Daman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી
Daman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી
દમણનાં સાંસદ ઉમેશ પટેલનો પ્રફુલ પટેલ સહિતના દમણ પ્રશાસનને સ્પષ્ટ લલકાર કર્યો હતો, દમણમાં અધિકારી રાજ નહિ પણ જનપ્રતિનિધિના માન-સન્માન સાથે નાગરિકોના રાજ માટે ઉમેશ પટેલનું આહવાન કર્યું છે, અધિકારીને મળવા જતા પહેલા મોબાઈલ બહાર મુકાવાની વાતને લઈને કહ્યું કે હું લાલુ પટેલ નથી અને એના જેટલો સૌમ્ય નથી, અધિકારી એમની મર્યાદામાં રહે, છેલ્લા 15 વર્ષથી અધિકારીઓ સાંસદને લાગતી કોઈ પણ એસ.ઓ.પી બહાર પાડતા ન હતા, વિસ્તારના સાંસદની સતત અવગણના થતી હતી, કોઈ પણ ડેવલપમેન્ટના કામમાં કે કોઈ પણ યોજના અંતર્ગતના કામમાં સાંસદને કોઈ પણ પ્રકાર ની જાણકારી આપવામાં આપવામાં આવતી ન હતી એ હવે નહીં ચાલે, પ્રશાસક જ્યારે પણ કામગીરીની સમીક્ષા કરે ત્યારે સાંસદને પણ સાથે રાખવુંએ પ્રોટોકોલને અનુસરે, ઉમેશ પટેલએ વધુમાં એ પણ ચેતવણી આપી કે હવે ઉમેશ પટેલ વ્યક્તિગત રીતે અલગ છે અને પ્રજા ના પ્રતિનિધિ તરીકે અલગ છે જેથી પહેલાની જેમ અધિકારી વર્તણુક ન કરે, એફ.આઈ.આર વગેરેની ધમકીઓ પણ ન આપે, કારણ અધિકારીઓની પણ ફાઈલ હવે ભેગી કરવાની શરૂઆત કરી દીધી છે, ઉમેશ પટેલએ એ પણ જણાવ્યું કે અધિકારીએ કઈ રીતે કામ કરવું એ નક્કી કરે, શાંતિથી કે સંઘર્ષ કરી ને એ અધિકારીઓ નક્કી કરે, તમામ અધિકારીઓએ સાંસદ સાથેની વર્તણુકને લઈને એસ.ઓ.પી.નો અમલ કરે એનું ધ્યાન રાખે, પ્રજાના પ્રતિનિધિનું માનસન્મામ જળવાઈએ જરૂરી અને જો એ નહીં જળવાઈ તો તેના પડઘા દિલ્હીમાં પડશે, પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા જે રીતે હાલ સંઘ પ્રદેશમાં કાર્યપધ્ધતિ સેટ કરવાંમાં આવી છે તેને સીધી ચેલેન્જ ઉમેશ પટેલ એ કરી છે.