Amit Shah | અમિત શાહે કરી મોટી જાહેરાત, નેનો યુરિયા પર 50 ટકા સબ્સિડીની જાહેરાત
Amit Shah | 102માં આંતરરાષ્ટ્રીય સહકારી દિનની ગાંધીનગર ખાતે ઉજવણી થઈ રહી છે. મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, દિલીપ સંઘાણી, શંકર ચૌધરી, અજય પટેલ, જેઠાભાઈ આહીર સહિત દેશના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે કહ્યું, 102 આંતરરાષ્ટ્રીય સહકાર દિન ની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી છે. દેશ અને ગુજરાત ના તમામ સહકારી ક્ષેત્રના આગેવાનો અને લોકોને શુભકામના છે. ઘણા વર્ષોથી સહકરિતાં મંત્રાલયની માંગ હતી પણ કોંગ્રેસ ના લોકોને એની અગત્યતા લાગી ન હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકાર મંત્રાલયની આજના દિવસે સ્થાપના કરી હતી. નેનો યુરિયા અને નેનો ડીએપી માટે ગુજરાતના મુખ્યમંત્રીએ 50 ટકા રાહતનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે નેનો ખાતરની કિંમતમાં ઘટાડો કર્યો છે, એનો ઉપયોગ કરવા તમામ ખેડૂતોને અપીલ છે.