મુંબઈની સુપર મોડેલે કાવીઠા ગામના સરપંચ પદ માટે નોંધાવી ઉમેદવારી, જાણો કેમ બનવા માંગે છે સરપંચ?
abp asmita
Updated at:
16 Dec 2021 12:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈની સુપર મોડેલે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. સંખેડા તાલુકાના કાવીઠા ગામે મોડેલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી છે. પોતાના ગામના વિકાસ માટે સરપંચ બનવા માંગે છે એશ્રા. અનેક મોટી મોટી બ્રાન્ડસ માટે જાહેરાત કરી છે. શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે. એશ્રાએ કહ્યું કે, ગ્લેમરસની દુનિયામાંથી તો હું આવી જ છું, પરંતુ છું તો હું આ ગામની દીકરી જ ને અને એટલી બધી આપણે વિકાસના નામે વાતો કરીએ છીએ. લોકો ચાંદ પર પણ પહોંચી ગયા છે, જ્યારે અહીં લોકોને જમીન પર રહેવાના ફાંફા પડી રહ્યા છે.