Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ
ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ. બ્રિજ પરથી મૃતકનું બાઈક મળી આવ્યું. મૃતક દિનેશ ચુનારા ડેસર તાલુકાના નવા શિહોરા ગામના વતની. પોલીસે હાથ ધરી કાર્યવાહી...
મહિસાગર નદી ઉપર આવેલા બ્રિજની નીચેથી મૃતદેહ મળી આવ્યો છે. મહત્વની બાબત એ છે કે મૃતદેહને 1 કિલોમીટર કરતાં પણ વધુ ખેંચીને આ બ્રિજ ઉપર લઈ આવવામાં આવ્યો હતો અને ત્યારબાદ 120 ફૂટ ઊંચા આ બ્રિજ ઉપરથી નીચે નાખી દેવામાં આવ્યો હતો. બીજી તરફ, મૃતક દિનેશ ચુનારા 32 વર્ષીય હતા અને સવારે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હતા. તેમનો મૃતદેહ મળતાની સાથે જ ડાકોર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. દિનેશ ચુનારા ઠાસરા તાલુકાના નવા સિયોરા ગામના વતની હતા. ડાકોર પોલીસને મૃતદેહ પાસે પહોંચવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધસધસતા પાણીના પ્રવાહમાંથી પોલીસ ટીમ અડધા કલાકની મહેનત બાદ મૃતદેહ પાસે પહોંચી હતી. પોલીસ હાલ તમામ બાબતની ચકાસણી કરી રહી છે.