Nafed Election 2024| નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા, જુઓ વીડિયો

Continues below advertisement

દેશના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી નાફેડની દિલ્લીમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ આહિર (ભરવાડ)ની ચેરમેન તરીકે વરણઈ કરવામાં આવી છે. જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. ગુજરાતના બે સહિત કુલ 21 ડિરેક્ટરો માટે મતદાન કર્યું છે. રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત ગુજરાતના બે ડિરેક્ટરોએ મતદાન કર્યું છે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ભાજપ સાંસદ મોહન કુંડારીયા નાફેડની ડીરેક્ટરની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયાં હતા. ચૂંટણીમાં ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત ખેંચ્યા હતા. અમરત દેસાઈ, મહેશ પટેલ, જશવંત પટેલ,મગન વડાવીયાએ ઉમેદવારી પત્રક પરત ખેચ્યું હતુ.મોહન કુંડારીયાએ કહ્યું હતું કે મને તક આપવા બદલ પક્ષનો આભાર  માનું છું. મારા સહિત પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. સમજૂતીથી ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે.

નાફેડની મંડળી વિભાગની ચૂંટણીમાં મોહન કુંડારિયાને બિનહરિફ વિજેતા જાહેર કરાયા હતા.  મોહન કુંડારિયાની સાથોસાથ ફોર્મ ભરનારા અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે મોહન કુંડારિયા બિનહરિફ વિજેતા જાહેર થયા હતા.  નાફેડના મંડળી વિભાગમાં મોહન કુંડારિયાને બિનહરિફ વિજેતા બનાવવા પક્ષ તરફથી પક્ષ તરફથી તમામને ઉમેદવારી પરત ખેંચવા પક્ષમાંથી મૌખિક સૂચના આપી દેવામાં આવી હતી. તો જેઠાભાઈ ભરવાડ ફેડરેશન વિભાગમાં બિનહરીફ ડાયરેકટર બનવાનું પણ નક્કી છે. નાફેડના બોર્ડમાં જેઠાભાઈને મહત્વની જવાબદારી અપાય તેવો પણ તખ્તો ઘડાઈ રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram