Narmada Dam | સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની સપાટી વધી

Continues below advertisement

Narmada Dam | સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની સપાટી વધી 

 

નર્મદા ડેમમાંથી સતત પાણી છોડાતા નદીમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે... ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 12.75 ફૂટ પર પહોંચી ગયું છે... નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા સપાટીમાં આંશિક વધારો થયો છે.. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ, ભયજનક સપાટી 24 ફૂટ પર પહોંચ્યું છે... 

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઇ છે. ત્યારે સરદાર સરોવર ડેમની જળસપાટી સતત વધી રહી છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 135 મીટરને પાર પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ ડેમનું જળસ્તર જાળવી રાખવા 9 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે અને નર્મદા નદીમાં પાણી છોડાઇ રહ્યું છે. ત્યારે નર્મદા નદીમાં પાણી છોડાતા નર્મદા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram