ભાજપના નેતાનો ડાન્સ કરતો વીડિયો થયો વાયરલ, જાણો કેમ નોંધાઇ ફરિયાદ?
Continues below advertisement
નર્મદા જિલ્લા ભાજપના નવા નિમાયેલા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને મહામંત્રી નિલ રાવનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ કરી અને નવા પ્રમુખ બન્યાની ઉજવણી પાર્ટીમાં નશો કરીને ડાન્સ કરે છે તેમ વોટ્સએપ ગૃપોમાં ટીપ્પણી કરી હતી. જેથી આ વીડિયો વાયરલ કરનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે વિડિયો 5 વર્ષ જૂનો વર્ષ 2015-16 નો છે. કોઈ ડાન્સ પાર્ટી નહિ પણ ભજન કીર્તન કરતા નજરે પડે છે તેમ મહામંત્રી નિલ રાવે જણાવ્યું હતુ.
Continues below advertisement