Gujarat Rains | દક્ષિણમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ: 6 ઈંચ વરસાદમાં ગણદેવી જળબંબાકાર
abp asmita
Updated at:
13 Jul 2024 10:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારી જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યો. બપોરે ચાર વાગ્યા સુધી નવસારી જિલ્લાના ગણદેવીમાં વરસ્યો 6 ઈંચથી વધુ વરસાદ. સવારે આઠ વાગ્યાથી 10 વાગ્યા સુધીના બે કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસી જતા ગણદેવી પાણી..પાણી થઈ ગયું. તો, ખેરગામમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો. જ્યારે ચીખલીમાં ચાર ઈંચ અને વાંસદામાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો. નવસારી શહેરમાં બે ઈંચ જ્યારે જલાલપોરમાં સવા ઈંચ મેઘમહેર થઈ. ઉપરવાસમાં વરસાદના કારણે ચીખલી ગામમાંથી પસાર થતી કાવેરી નદીના જળ સ્તરમાં વધારો. ચીખલી ગામનો કોઝવે ઓવરફ્લો થયો અને લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. પૂર્ણા અંબિકા કાવેરી અને ખરેરા નદીમાં જળસ્તરમાં સતત વધારો. પરિણામે નદી કાંઠે આવેલા તડકેશ્વર મહાદેવ મંદિરમાં નદીના પાણી ફરી વળ્યા.