Gujarat Rains | દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડમાં જળબંબાકાર, અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. વલસાડ અને નવસારી જિલ્લામા મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વલસાડ શહેરમાં સવારથી અત્યાર સુધી સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો પારડીમાં બે ઈંચ, ધરમપુરમાં બે ઈંચ. તો કપરાડા અને વાપીમાં પણ સવા એક ઈંચ વરસ્યો ભારે વરસાદના કારણે વલસાડ શહેરના તમામ મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જેથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તો લીલાપોર વિસ્તારમાં બરુડીયાવાળ પાસે 10થી 12 ઘરોમાં પાણી ભરાયા. જેમાંથી 4 જેટલા ઘરોમાં છાપરા સુધી પાણી ભરાયા છે. જેના કારણે ઘરવખરીને પણ નુક્સાન થયું છે.આ સાથે જ કુંભારવાડ, ટીવી કેન્દ્ર નાનકવાડા, તળા વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા..ભારે વરસાદને લઈને માર્ગો ઉપર પાણી ભરાતા ટ્રાફિકજામ થયો. હાલર રોડ પર ડોક્ટર હાઉસ હોસ્પિટલમાંતે પાણી ભરવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. દર્દીઓના પરિવારજનોએ પાણી ભરવાના કારણે મુશ્કેલી વેઠવાનો વારો. તો ભારે વરસાદથી જિલ્લાની તમામ નદી બે કાંઠે વહી રહી છે. તો મધુબન ડેમમાં પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મધુબન ડેમમાં અત્યારે 14 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ સીઝનમાં સૌ પ્રથમ વખત ડેમના દરવાજા ખોલાયા છે. ડેમના 4 દરવાજા 0.5 મીટર ખોલાયા છે. ડેમમાંથી તબક્કાવાર 10 હજાર પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે..જેથી નદીમાં પાણી છોડાતા દમણ, દાદરા નગરહવેલી અને વલસાડનું વહીવટી પ્રશાસન એલર્ટ બન્યું છે.