Navsari Food Poising: જલાલપોરમાં ભંડારામાં મહાપ્રસાદ લીધા બાદ 100થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ
Navsari Food Poising: જલાલપોરમાં ભંડારામાં મહાપ્રસાદ લીધા બાદ 100થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મટવાડ અને સામાપોર ગામમાં હનુમાન જયંતી નિમિત્તે યોજાયેલા મહાપ્રસાદમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. મહાપ્રસાદ લીધા બાદ 100થી વધુ લોકોને ઝાડા-ઉલટીની ફરિયાદ થઈ હતી.
70થી 80 બાળકો બીમાર પડ્યા આ ઘટનામાં સૌથી વધુ અસર બાળકોમાં જોવા મળી છે. લગભગ 70થી 80 બાળકો બીમાર પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ દર્દીઓને પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી.