Dwarka News । દ્વારકાના ખંભાળિયા સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, જુઓ શું છે સમગ્ર મામલો

Continues below advertisement

Dwarka News । દ્વારકાના ખંભાળિયા સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, જુઓ શું છે સમગ્ર મામલો 

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાની જીલ્લા સ્તરની સરકારી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ વેસ્ટના કચરાના ઢગલા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં જ પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા . નિયમોનુસાર મેડિકલ વેસ્ટને યોગ્ય સ્થળ પર યોગ્ય મશીનરી દ્વારા નાશ કરવામાં આવતો હોય છે પરંતુ ખંભાળિયા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ નું રેઢીયાર તંત્ર આવા કોઈ નિયમોનું પાલન ના કરતું હોય એવું  સાફ દ્ર્શ્યો માં સામે આવ્યું હતું.આ ગંભીર બેદરકારી અંગે હોસ્પિટલ તંત્રની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરતા તેઓ અન્ય કામમાં વ્યસ્ત છે તેવું બહારનું બતાવી છટક્યા હતા,  પરંતુ ફરી એકવાર થોડી કલાકો બાદ તેમની પાસે abp asmita ની ટીમ દ્વારા પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરતા  સિવિલ હોસ્પિટલના અધિક્ષક એ પોતાનો લૂલો બચાવ કરતા મેડિકલ વેસ્ટનો કચર ત્યાં પડ્યો જ નથી ...ફક્ત દવા ના ખોખા જ પડ્યા છે.... તેવું નિવેદન આપ્યું હતું વાસ્તવમાં મીડિયા દ્વારા મેડિકલ વેસ્ટના કચરાના ઢગલા નું કવરેજ કરાતા તંત્ર દ્વારા તુરત જ આનન પાનમ માં સ્થળ પર જ કચરા ને આગ લગાવી નાશ કરવામાં આવ્યો હતો....અને  તેવા વિડિયો પણ સામે આવતા હોસ્પિટલ તંત્રની બેદરકારી સાફ સામે આવી હતી... હવે પછી એવું નહીં બને તેમ કરી પોતાનો બચાવ કરતા અધિક્ષક નજરે પડ્યા હતા, મેડિકલ વેસ્ટ  ખુલ્લામાં પડ્યો હોય તો અનેક પ્રકારના રોગ થવાની શક્યતા રહેલી છે એટલું જ નહીં ખુલ્લામાં પડેલ મેડિકલ વેસ્ટને મૂંગા પશુ પક્ષીઓ પણ ટચ કરતા હોય તેમનામાં પણ રોગ લાગવાની શક્યતા રહેલી છે ત્યારે મેડિકલ વેસ્ટનો નિયમો મુજબનો નિકાલ કર્યા વગર હોસ્પિટલ તંત્ર દ્વારા ખુલ્લામાં આ મેડિકલ વેસ્ટ ફેંકી દેવાતો હોય અહીં આવતા દર્દીઓને અને તેમની સાથે આવેલા તેમના સંબંધીઓ પણ બીમાર પડે તેઓ ઘાટ સર્જાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram