Gir Somnath: વીજ વિભાગની ઘોર બેદરકારી, આંબાવાડીમાંથી પસાર થાય છે વીજ લાઈન

Continues below advertisement

ગીર સોમનાથના રતિધાર ગામમાં જોવા મળી વીજ વિભાગની ગંભીર બેદરકારી.. ખેડૂતના આંબાના બગીચામાંથી વીજ તાર પસાર થઈ રહ્યા છે. પાંચ વિઘાના બગીચામાંથી 11 KVની વીજ લાઈન પસાર થાય છે અને તે પણ આંબાના ઝાડ વચ્ચેથી. જેથી ખેડૂત કેરી ઉતારી પણ શકતો નથી. ખેડૂતે 2009 થી 2022 સુધી વીજ વિભાગને અનેક રજૂઆતો કરી પણ તેમની રજૂઆત સામે વીજ વિભાગે આંખ આડા કાન કર્યા છે. ચોમાસુ નજીક છે ત્યારે આ વીજ લાઈન ખતરનાક સાબિત થઈ છે પણ વીજ વિભાગના અધિકારીઓ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે. 


રાજકોટમાં અગ્નિકુંડ થયો છે જેમાં ઘોર બેદરકારી સામે આવી છે અને રાજ્ય ભરમાં ગેમ ઝોન બંધ કરાવાયા છે અને ફાયર સેફ્ટી ના ચેકીંગ હાથ ધરાયા છે. તો બીજી તરફ વીજ વિભાગ નો ઘોર બેદરકારી સામે આવી છે . આ જુઓ આં છે મહેન્દ્ર ભાઈ નામના ખેડૂત જે તાલાલા ના રાતિધાર ગામે રહે છે જેને પાંચ વીઘા આંબા નો બગીચો છે પરંતુ આ બગીચા નિં અંદર વીજ વિભાગ ની 11 kv લાઈન પસાર થયા છે અને તાર આંબા ની ડાળીઓ ની વચે થી પસાર થય  રહ્યા છે. આ પાંચ વીઘા ના બગીચા માં ચાર જેટલા વીજ પોલ છે જેમાં થી તારો પસાર થય રહ્યા છે. ખેડૂત પોતાના અમુક આંબા ની કેરી લણી નથી શકતો કારણ કે તેમાં જીવતા તાર પસાર  થય રહ્યા છે . આ ખેડૂતે 2009 થી 2022 સુધી અનેક રજૂઆતો તાલાલા ના આંકોલવાડી વીજ વિભાગ ને કરી પરંતુ વીજ વિભાગ દ્વારા આજદિન સુધી ખેડૂત ની અરજીઓ ને ધ્યાને નથી લેવામાં આવી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram