Gujarat Rain Forecast: રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે પડશે વરસાદ, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આાગાહી
Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, અ વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરુઆત ખૂબ જ વહેલી થઈ ગઈ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદ વરસ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં 22 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધીમાં જળબંબાકાર થશે. આ સમય દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણવ્યા અનુસાર, 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેને લઈ 2 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. 9 થી 15 જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.