Gujarat Rain Forecast | આગામી ત્રણ કલાકમાં વરસાદ ઘમરોળશે 13 જિલ્લાઓને, ભારે આગાહી
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Rain Forecast | આગામી ત્રણ કલાક વરસાદની આગાહી દાહોદ મહીસાગર પંચમહાલ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી.
રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં 13 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે 13 જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાનના મતે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રીય થઇ છે. જેના કારણે આજે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા બોટાદમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો આવતીકાલે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરાઇ છે. જ્યારે 27 જૂને પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.