Gujarat Rain Forecast | ગુજરાતમાં આગામી 3 કલાકમાં ક્યાં ક્યાં કરવામાં આવી વરસાદની આગાહી?

Continues below advertisement

Gujarat Rain forecast:રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની (rain) હવામાન વિભાગે  (Meteorological Department)આગાહી  વ્યક્ત કરી છે. .. કચ્છ સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ મધ્યમ, તો ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે.  ક્લાઈમેટ ચેન્જને લીધે ગુજરાતમાં વરસાદની (rain) પેટર્ન  બદલાઇ  છે .. ઓછા સમયમાં ભારે વરસાદ પડવાની  ઘટનાઓ વધી છે. વર્ષ 2023માં 49 વખત અતિભારે વરસાદ ( heavy rain) વરસ્યો છે.  મધ્ય પ્રદેશના જળાશયોમાંથી પાણીની ધરખમ આવક થતા સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને સિઝનમાં પ્રથમવાર 135.26 મીટરે પહોંચી. ઉપરવાસથી ત્રણ લાખ નવ હજાર 769 ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો છે.  

ચોમાસામાં વરસેલા વરસાદથી ગુજરાતના કેટલા ડેમ ભરાયા એ વિશે જાણીએ, રાજ્યના કુલ 207 પૈકી 49 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સૌરાષ્ટ્રના 35, તો કચ્છના છ જળાશયો  છલોછલ થયા છે.  દક્ષિણ ગુજરાતના સાતઅને મધ્ય ગુજરાતનો એક ડેમ હાઉસફુલ છે.  ઉપરવાસથી પાણીની આવક થતા રાજ્યના 89 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. 90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram