Bihar Sidheshwar temple Incident | બિહારના મહાદેવ મંદિરમાં જળાભિષેક સમયે થઈ ભાગદોડ, 8ના મોત
Jehanabad News: આજે શ્રાવણ મહિનાના સોમવારે બિહારના જહાનાબાદમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના બની હતી. મખદુમપુરના વાણાવરમાં બાબા સિદ્ધેશ્વર નાથ મંદિરમાં નાસભાગમાં સાત લોકોના મોત થયા હતા. પ્રશાસને સાત લોકોના મોતની પુષ્ટી કરી છે પરંતુ આ સંખ્યા હજુ વધી શકે છે. ઘણા લોકોને જહાનાબાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. રાહત અને બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં શ્રાવણ મહિનામાં બાબા સિદ્ધેશ્વર નાથ મંદિરમાં જળ ચઢાવવા માટે મોટી ભીડ ઉમટી હતી. સોમવારે વધુ લોકો દર્શન માટે ઉમટી પડે છે. જેને જોતા રવિવારે રાતથી જ જળ અર્પણ કરવા લોકોના ટોળા આવવા લાગ્યા હતા.
આ મામલે એસડીઓ વિકાસ કુમારે કહ્યું કે તેઓ થોડા સમયમાં આ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડશે. સુરક્ષામાં શું ખામી હતી? જેના પર તેમણે કહ્યું હતું કે રવિવારે રાત્રે વધુ ભીડ હોય છે. ત્રણ સોમવાર પછી આ ચોથો સોમવાર હતો. આ જોતા અમે એલર્ટ હતા. સિવિલ, મેજિસ્ટ્રેટ અને મેડિકલ ટીમો તૈનાત હતી. આ એક દુઃખદ ઘટના છે. અમે પહેલા આગળની પ્રક્રિયા કરી રહ્યા છીએ.