Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!
પાટીદાર અનામત આંદોલન અંગે નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું કે 25 ઓગસ્ટ 2015ના રોજ GMDC ખાતે સભા પૂર્ણ થયા બાદ પાટીદારો પર પોલીસ દ્વારા અત્યાચાર થયો હતો. જોકે, પોલીસે કોના ઈશારાથી કાર્યવાહી કરી અને સભા બાદ સ્થિતિ કેમ બગડી તે અંગે તેમણે કોઈ ખુલાસો કર્યો નથી અને તેને રહસ્ય ગણાવ્યું છે. સાથે જ તેમણે દાવો કર્યો કે અનામત આંદોલન દરમિયાન હિંદુ સમાજમાં ભાગલા પડવાની આશંકા પણ હતી.
પાટીદાર આંદોલનને એક દસકાનો સમય વિતી ગયો છે. ત્યારે હવે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 25 ઓગસ્ટ 2015માં GMDC ગ્રાઉન્ડમાં સભા બાદની સ્થિતિ કેમ સર્જાઈ તેને નીતિન પટેલે રહસ્ય ગણાવ્યું.. તો સભા બાદ પાટીદારો પર પોલીસે અત્યાચાર કર્યો હોવાનો નીતિન પટેલનો સ્વીકાર કર્યો. જોકે કોના ઈશારાથી પાટીદારો પર આ દમન થયું તેને નીતિન પટેલે એક રહસ્ય ગણાવ્યું. હવે આંદોલનના એક દસક બાદ નીતિન પટેલે આ મોટુ નિવેદન આપ્યું છે... આટલું જ નહીં અનામત આંદોલન સમયે હિંદુ ધર્મમાં ભાગલા થવાની આશંકા હોવાનો નીતિન પટેલે દાવો કર્યો.