Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી

Continues below advertisement

રાજ્યમાં હાલ પવનની ગતિ વધુ હોવાથી અને મોનસૂન ટ્રફ ઉત્તર-પૂર્વ ભારત તરફ સરકી જવાથી વરસાદની ગતિવિધિ એકદમ નબળી પડી ગઈ છે. અરબ સાગર કે બંગાળની ખાડીમાં પણ હાલ કોઈ સક્રિય સિસ્ટમ નથી. પરંતુ, વરસાદની ચાતક નજરે રાહ જોતા ગુજરાતીઓ અને ખેડૂતો માટે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટી ખુશખબર આપી છે. તેમની નવી આગાહી મુજબ, 13 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે અને જુલાઈના અંતથી આખા ઓગસ્ટ મહિના દરમિયાન સારો વરસાદ વરસી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અનુમાન વ્યક્ત કર્યું છે. હાલ મોનસૂન ટ્રફ ઉત્તર-પૂર્વ ભારતમાં હોવાથી રાજ્યમાં વરસાદની ગતિવિધી નબળી પડી છે.. જો કે બે દિવસ બાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનતા 13થી 20 જુલાઈ વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. 17 અને 18 જુલાઈએ પણ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે.. સિસ્ટમ મધ્ય પ્રદેશથી ગુજરાત તરફ આગળ વધે તો જુલાઈના અંતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.. આ સિવાય ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં અણધાર્યો વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola