Gujarat માં છેલ્લા 24 કલાકમાં ક્યા નવ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહીં
રાજ્યમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે. રાજ્યમાં 10 મહિના બાદ સતત ત્રીજા દિવસે કોરોનાના 250થી ઓછા કેસ નોંધાયા છે. તો સતત પાંચમાં દિવસે કોરોનાથી 24 કલાકમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 234 કેસ નોંધાયા છે અને 353 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે એક દર્દીનું મોત થયું છે. રાહતના સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 9 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નથી નોંધાયો.