ત્રણ દિવસના વિરામ બાદ ફરી વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ, જાણો કેટલે પહોંચ્યા ભાવ?
ત્રણ દિવસના વિરામ બાદ રાજ્યની જનતાને મોંઘવારીનો વધુ એક ડામ મળ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 35 પૈસાનો વધારો થતા ભાવ નવી સપાટી પર પહોંચ્યો છે. અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટરે 84.86 રૂપિયા તો ડીઝલના ભાવ પ્રતિ લીટરે 83.70 રૂપિયા થયા છે.