સુરતની એક પણ હોસ્પિટલમાં બેડ નથી, અમદાવાદમાં ઘરે ટેસ્ટ માટે કોઈ આવતું નથી ને રીપોર્ટ બે દિવસે મળે છે.....
અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે. શહેરની ત્રણ હોસ્પિટલ સંપૂર્ણપણે કોવિડમાં ફેરવવામાં આવી છે. વી.એસ, શારદાબેન અને LG હોસ્પિટલ કોરોનામાં ફેરવવામાં આવી છે. અગાઉ વી.એસ.અને LG માં 200 બેડ સાથે કોવિડની સારવાર શરૂ કરવામાં આવી હતી. હવે ત્રણ હોસ્પિટલમાં સંપૂર્ણ કોરોનાના દર્દીઓની સારવાર થશે.