ધાનેરા નગરપાલિકાના ભાજપના બળવાખોર છ સભ્યોને ફટકારાઇ નોટિસ, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકામાં ભાજપનો આતંરિક વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો. ભાજપના બળવાખોર કિરણબેન સોની પ્રમુખ બન્યા હતા. પરંતુ ભાજપના વ્હીપ અને મેન્ડેડનો અનાદર કરનાર બદલ 6 સભ્યોને નોટિસ અપાઈ છે. બળવાખોર સભ્યોને આપેલ આ નોટિસ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં 3 દિવસમાં જ ખુલાસો આપવાની સૂચના અપાઈ છે. ગઈકાલે નગરપાલિકામાં પ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર સામે ભાજપ સભ્યોએ બળવો કરી ઉમેદવારી નોંધાવી હતી.
Continues below advertisement