Diwali 2025 Shubh Muhurat: દિવાળીના અવસરે જાણો, ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન માટેના શુભ મુહૂર્ત
પ્રકાશના પર્વ દિવાળીની ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી થઈ રહી છે. આજના દિવસે લક્ષ્મીજીની સાથે ગણેશજીની પૂજાનું પણ વિશેષ મહત્વ હોય છે. હિંદુ પંચાગ અનુસાર, આજે બપોરે પોણા ચાર વાગ્યા સુધી કાળી ચૌદશ અને ત્યારબાદ દિવાળીનો તહેવાર શરૂ થશે.21 ઓક્ટોબર મંગળવારના સાંજે સવા પાંચ વાગ્યા સુધી દિવાળી છે જ્યારે 22 ઓક્ટોબર સવારે સાડા 6 વાગ્યાથી નૂતન વર્ષ છે..આજના દિવસે લક્ષ્મી પૂજનની સાથે ચોપડા પૂજન પણ કરવામાં આવે છે. પરંપરા અનુસાર, ચોપડા પૂજનમાં જૂના ખાતા બંધ કરી નવા ખાતાવહી ખોલીને પૂજા કરવામાં આવે છે.ચોપડા પૂજન દરમિયાન મુખ્યત્વે દેવી લક્ષ્મીની આરાધના કરાય છે, જેથી નવું વર્ષ આર્થિક રીતે સમૃદ્ધ અને ફળદાયી રહે. ઉપરાંત, જ્ઞાન-વિદ્યાની દેવી સરસ્વતીજીની પણ પૂજા કરાય છે. આ દિવસે, વેપારીઓ પોતાના ખાતાવહી પર 'શુભ' અને 'લાભ' લખે છે, ચોપડા પૂજન અને દિવાળી પૂજા મુહૂર્તની વાત કરીએ તો, બપોરે 12 વાગ્યાને 13 મિનિટથી એક વાગ્યા સુધી અભિજીત મુહૂર્ત. બપોરે 4 વાગ્યાથી સાંજે નવ સુધી લક્ષ્મીપૂજનના મુહૂર્ત છે..બપોરે 3-45 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી અને રાત્રે 11 વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી ચોપડા પૂજનના શુભમુહૂર્ત છે..