જૂનાગઢઃ વીજળી પડવાથી એક વ્યક્તિનું થયું મોત, ભારે વરસાદથી ગામોની સ્થિતિ કફોડી
જૂનાગઢ(Junagadh)ના માંગરોળ અને માળિયાહાટીનામાં ભારે વરસાદને કારણે તબાહી સર્જાઈ છે. અહીંયા મીટી ગામે વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. માંગરોળના ગોરિજ ગામે ખેતરોમાં એક એક ફુટ સુધી પાણી ભરાયા છે.