Jamnagar Congress Protest: જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષના સભ્યોએ કર્યો અનોખો વિરોધ
જામનગર કોર્પોરેશનમાં કોંગ્રેસે કર્યો વિરોધ. શ્રાવણમાસમાં યોજાયેલા મેળામાં થયેલી આવકના રુપિયા જમા ન કરાવનાર અધિકારીઓ સામે પગલા લેવા માગ. જવાબદાર અધિકારીઓને માત્ર નોટીસ નહીં ડીસમીસ કરવાની માગ. હાથમાં પ્લેકાર્ડ અને રમકડા સાથે કર્યો વિરોધ
જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષના સભ્યોએ કર્યો અનોખો વિરોધ.. પ્લેકાર્ડ અને રમકડા સાથે વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા. શ્રાવણ મહિનામાં મહાનગર પાલિકાએ યોજેલા મેળામાં 41 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો કૉંગ્રેસે આરોપ લગાવીને મેયરને આવેદનપત્ર પાઠવ્યું.. કૉંગ્રેસનો આરોપ છે કે કથિત ભ્રષ્ટાચારમાં મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.. એટલુ જ નહીં. આગામી દિવસોમાં જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ કૉંગ્રેસે ચીમકી ઉચ્ચારી. કૉંગ્રેસના વિરોધ પ્રદર્શન મુદ્દે મહાનગરપાલિકાના કમિશનરે પ્રતિક્રિયા આપી કે મેળાના ટેન્ડર પ્રક્રિયાની તપાસ ડીએમસીને સોંપાઈ છે.. તપાસના અંતે જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરાશે.