Ahmedabad Heat Wave | અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં 200થી વધુ ગરમી સંબંધિત બિમારીના કેસ નોંધાયા
અસહ્ય ગરમીથી અમદાવાદમાં ગરમી સંબંધિત બિમારીના કેસમાં પણ વધારો થયો છે.. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં 200થી વધુ ગરમી સંબંધિત બિમારીના કેસ નોંધાયા છે.. 70થી વધુ લોકોએ હાઈફિવર હોવાથી 108 મારફતે અલગ અલગ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી.. અમદાવાદનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.. અમદાવાદ મહાનગર પાલિકા હસ્તકની જુદી જુદી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં ગરમી સંબંધિત બિમારી અંગે 106થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.. ઉપરાંત ગરમી સંબંધિત બિમારી જેવી કે પેટમાં અસહ્ય દુઃખાવો થયો, ઝાડા-ઉલ્ટી, હાઈફીવર અથવા સર્વાઈકલ હેડેક જેવી બિમારીને લઈને સારવાર મેળવવા 108ના કોલમાં પણ વધારો થયો છે.. 15 મેથી 22 મે સુધીમાં 108 મારફતે 208 જેટલા દર્દીઓને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાંઆવ્યા હતા.. 22 મેએ ચક્કર આવતા મૂર્છિત થઈ પડી જવાનો પણ એક બનાવ સામે આવ્યો હતો..