Palanpur: ચૂંટણી સમયે વિવાદિત પત્રિકા વાયરલ કરવા મામલે MLA કિરીટ પટેલના ભાઈની અટકાયત
પાલનપુર પાલિકાની ચૂંટણી સમયે બ્રહ્મ સમાજની વિવાદિત પત્રિકા વાયરલ કરવાનો મામલે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો ભાઈ પ્રોફેસર કે સી પટેલ મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું છે. કે સી પટેલની પોલીસે અટકાયત કરી હતી. બ્રહ્મ સમાજને બદનામ કરતી પત્રિકા ફરતી થતાં ફરિયાદ કરાઈ હતી.